રિપોર્ટ@સુરત: માસૂમની હત્યા કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો
બાળકનું અપહરણ થયા બાદ ખેતરમાં હત્યા
Jul 17, 2024, 17:54 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના ગુનાઓ સામે આવતા હોય છે. બનાસકાંઠાના પાલનપુરના ટોકરિયા ગામમાંથી 11 વર્ષીય બાળકનું અપહરણ થયા બાદ ખેતરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી.
બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી પાડ્યો છે. ગામમાંથી માસૂમ બાળકનું કારમાં અપહરણ કર્યા બાદ નરાધમે બાળક સાથે અડપલાં કર્યાં હતાં.
જેનો વિરોધ કરતા બાળકના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી લાશને ફેંકી દેવામાં આવી હતી. પોલીસે નરાધમને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.