રિપોર્ટ@સુરત: ડેન્ગ્યૂએ મહિલા ડોક્ટરનો ભોગ લીધો, 5 દિવસથી તાવ આવતો

આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ પણ આશ્ચર્યમાં છે કે ડોક્ટરની તબિયત અચાનક કેવી રીતે બગડી ગઈ.
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હાલ રોગચાળો ખુબજ વધી ગયો છે. ડેન્ગ્યૂએ એક મહિલા ડોક્ટરનો ભોગ લીધો છે. તેમને છેલ્લા 5 દિવસથી તાવ આવતો હતો અને માત્ર 6 કલાકમાં જ તબિયત વધુ બગડતા આખરે મોત નીપજ્યું હતું. મોત બાદ આરોગ્ય વિભાગે ચેકિંગ કરતા ડોક્ટરની હોસ્ટેલમાં ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ, દારૂની ખાલી બોટલો મળી હતી. મૃતક ડો. ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મિમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહીને એનેસ્થેસિયાનો પ્રથમ વર્ષનો અભ્યાસ કરતા હતા.​​​​​​

મૂળ અમદાવાદના 24 વર્ષીય ધારા નરોત્તમભાઈ ચાવડા સ્મિમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. પાંચ દિવસથી ધારાને તાવ આવતો હતો. રવિવારે ઊલટી બાદ તબિયત વધુ લથડતાં સ્મિમેરમાં દાખલ કરાયા હતા. જ્યાં ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેઓ વેન્ટિલેટર પર હતા. દરમિયાન તેમની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી. તેમજ ચક્કર આવતા હતા. ગુરુવારે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલા ડોક્ટરને તાવ હતો. પરંતુ તે જાતે જ દવા લઈ રહ્યા હતા. બાદમાં તેણીની તબિયત લથડી અને હાલત અચાનક નાજુક બની ગઈ હતી. સારવાર દરમિયાન માત્ર છ કલાકમાં જ તેમની તબિયત એટલી બગડી ગઈ કે, તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ પણ આશ્ચર્યમાં છે કે ડોક્ટરની તબિયત અચાનક કેવી રીતે બગડી ગઈ.​​​​​​​