રિપોર્ટ@સુરત: સીમાડા ખાડી અને મીઠી ખાડી ઓવરફ્લો થતા સુરતમાં ખાડીપૂરની સ્થિતિ ઊભી, સ્કૂલોમાં રજા
અનરાધાર વરસાદથી સ્કૂલોમાં રજા
Jul 24, 2024, 10:17 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલ સુરતમાં બહારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક દિવસોથી બહારે વરસાદ વરસવાના કારણે લોકોને ગણી તકલીફ પડી રહી છે. સીમાડા ખાડી અને મીઠી ખાડી ઓવરફ્લો થતા સુરતમાં ખાડીપૂરની સ્થિતિ ઊભી થઈ છે.
જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો ઘરો 2 દિવસથી પાણીમાં ડૂબ્યા છે. સુરતમાં આજે અતિભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને પગલે ગઈકાલે મોડી સાંજે જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથ પરમારે શહેર જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને લેખિતમાં શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ કર્યો.

