રિપોર્ટ@સુરત: ટેક્સટાઇલ ઉદ્યોગ 7 વર્ષ બાદ ફરી બેઠો થયો, જાણો વધુ
રોજના અંદાજે 300 કરોડના કપડા 300 જેટલી ટ્રકો અને 20 જેટલી ટ્રેનોમાં વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે.
Oct 10, 2024, 08:15 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વેપારીઓના ધંધામાં તેજી અને મંદી આવતી હોય છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ 7 વર્ષ બાદ ફરી બેઠો થયો છે. કોરોના કાળ બાદ ફરી કપડાની માગમાં વધા થયો.
રોજના અંદાજે 300 કરોડના કપડા 300 જેટલી ટ્રકો અને 20 જેટલી ટ્રેનોમાં વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધી મંદી રહ્યાં બાદ ઓક્ટોબરની શરૂઆત થતાની સાથે જ કપડાની માગમાં ફૂલ તેજી આવતા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
દિવાળી સુધીમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો કારોબાર 5000 કરોડને પાર કરશે, તેવું વેપારીઓ જણાવી રહ્યાં છે.