રિપોર્ટ@સુરેન્દ્રનગર: 50 હજાર લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ 85 ટકા આગ કાબૂમાં આવી
આ પ્રચંડ આગ 18 કલાકથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી સંપૂર્ણ કાબૂમાં આવી નથી.
Mar 23, 2025, 13:28 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લામાંથી આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના નવલગઢ ગામે ગતરોજ કાગળની એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેથી અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
અમદાવાદ, રાજકોટ સહિત 3 જિલ્લાની ફાયરની ટીમોની સાથે આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. આ પ્રચંડ આગ 18 કલાકથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી સંપૂર્ણ કાબૂમાં આવી નથી.
50 હજાર લિટર પાણીનો મારો ચલાવ્યાં બાદ 85 ટકા આગ કાબૂમાં આવી ગઈ છે.