રિપોર્ટ@અમદાવાદ: જૈન દેરાસરમાં થયેલી 1.64 કરોડની ચોરી કેસનો ભેદ ઉકેલાયો
વેપારીઓ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે
Oct 19, 2025, 18:19 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા શ્રીલક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થયેલી 1.64 કરોડની કિંમતના ચાંદીના દાગીના અને જડતરની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત ચોરીમાં સંડોવાયેલા અને ચોરીના માલનો વહીવટ કરનાર વેપારીઓ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
પૂછપરછમાં સામે આવ્યું કે, છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા મેહુલે છેલ્લા અઢી વર્ષમાં કટર વડે કટિંગ કરીને 117 કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી લીધું હતું. ચોરીના માલની ઓળખ ન થાય તે માટે વહીવટ કરનાર બે વેપારીઓ ચોરીનું ચાંદી ગાળીને તેના બદલે નવું ચાંદી ખરીદી લેતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 48 કિલો ચાંદી, રોકડ અને બોલેરો પીકઅપ કબજે કર્યા છે.

