રિપોર્ટ@રાજકોટ: પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ, તંત્રની બેદરકારી

પાણીના આવા મોટા પાયે થતા વેડફાટને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે.
 
રિપોર્ટ@રાજકોટ: પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ, તંત્રની બેદરકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટ શહેરના ધોરાજી નજીક ભોળા ગામ પાસે પાણીની મુખ્ય પાઈપલાઈનમાં લીકેજ થયું છે. આ લીકેજના કારણે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

ધોરાજી અને ભોળા ગામ વચ્ચે આવેલી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા પાણી સતત વહી રહ્યું છે. સ્થાનિકોના મતે, આ પાણીનો બગાડ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે.

આ ઘટનામાં જવાબદાર તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પાણીના આવા મોટા પાયે થતા વેડફાટને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે.