રિપોર્ટ@ઊંઝા: ભારતનું પ્રથમ એક્સક્લુઝિવ રેલવે કન્ટેનર યાર્ડ શરૂ થયું
પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થતી ખેતપેદાશોને યોગ્ય ભાવે મેટ્રો સિટી સુધી પહોંચાડવામાં આવશે.
Feb 27, 2025, 07:52 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતનું પ્રથમ એક્સક્લુઝિવ રેલવે કન્ટેનર યાર્ડ ઊંઝા ખાતે શરૂ થયું છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ, મહેસાણા સાંસદ હરિભાઇ પટેલ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલની ઉપસ્થિતિમાં પ્રથમ કન્ટેનરને લીલીઝંડી આપી મુદ્રા પોર્ટ માટે રવાના કરવામાં આવ્યું.
અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડના સહયોગથી ઊંઝાથી મુદ્રા કાર્ગો પોર્ટ સુધી મસાલાનો પ્રથમ રેક શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થતી ખેતપેદાશોને યોગ્ય ભાવે મેટ્રો સિટી સુધી પહોંચાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટીતંત્ર અને રેલવેના સંયુક્ત પ્રયાસથી ખેડૂતોની ખેતપેદાશ સીધી ખેતરમાંથી ખરીદીને ઊંઝા વેરહાઉસ ખાતે લવાશે. ત્યાંથી રેલવે મારફતે ઓછા ટ્રાન્સપોર્ટેશન ખર્ચે દેશના વિવિધ શહેરોમાં મોકલવામાં આવશે. આગામી 6 મહિનામાં આ વ્યવસ્થા પૂર્ણપણે કાર્યરત થશે.