રિપોર્ટ@વડોદરા: ડિવાઈડર કૂદી બોલેરો મકાનની કમ્પાઉન્ડ વોલમાં ઘૂસી ગઈ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે જેમાં ફિલ્મી દ્રશ્યો હોય તેવું દેખાય રહ્યું છે.
 
રિપોર્ટ@વડોદરા: ડિવાઈડર કૂદી બોલેરો મકાનની કમ્પાઉન્ડ વોલમાં ઘૂસી ગઈ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અક્સ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા બંસલ મોલની સામે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. MGVCLની બોલેરો ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે જેમાં ફિલ્મી દ્રશ્યો હોય તેવું દેખાય રહ્યું છે.

આ સમગ્ર ઘટનામાં પહેલાં મહિન્દ્રા બોલેરો ગાડી રસ્તાની એક સાઈડ પર ઊભી હતી. અચાનક ગાડી ચાલુ થઈ, વળાંક લીધો અને સામેના ડીવાઈડરને કૂદીને રસ્તા પાર કરી ગાડી ડીવાઈડર ઉપરથી ઉછળીને સામે આવેલા એક મકાનની કમ્પાઉન્ડ દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ ભયાનક ટક્કરના જોરથી દિવાલ તૂટી ગઈ અને ગાડી મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. આ ધડાકાભેર અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા.

અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાડીમાં MGVCLના ચાર કર્મચારીઓ સવાર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત બન્યા બાદ ચારેય કર્મચારીઓ ગાડીને ત્યાં જ છોડીને ઘટનાસ્થળેથી ફરારથઈ ગયા હતા. આ ભયાનક ટક્કરથી મકાનની કમ્પાઉન્ડ દિવાલને ભારે નુકસાન પહોંચ્યું છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.