રિપોર્ટ@વડોદરા: પ્રેમી યુગલે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરામાંથી એક હદય કંપાવી ઊઠે એવી આત્મહત્યાની ઘટના સામે આવી છે.વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પીંગલવાડા ગામે રહેતા પ્રેમી યુગલે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં બંને તબિયત લથડી હતી, જેથી બંને ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે યુવતી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના કરજણ તાલુકાના પીંગલવાડા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એવી વિગત છે કે, આ ગામમાં રહેતા શુભમ ચૌહાણ અને કિંજલ નામની યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. છેલ્લા કેટલાક સમય બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. યુવક યુવતીએ એકબીજા સાથે સાત જન્મ સુધી સાથે રહેવા વચન આપ્યા હતા પરંતુ, ગઈકાલે 24 જાન્યુઆરી રોજ બપોરે બંનેએ સાથે ગામ નજીક આવેલા કેરાવાળા ટેકરા પર જઈ અચાનક ઝેરી દવા પી ગટગટાવી લીધી હતી. આ સાથે જીવી નહીં શકતા મારી જવાનું નક્કી કર્યું હતું.
પરિવારને જાણ થતાં જ બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ, કમનસીબે સારવાર દરમિયાન શુભમ ચૌહાણનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે કિંજલ ડાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહી છે. કરજણ પોલીસ જાણ થતા તુરંત સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કે, બંનેએ આવુ અંતિમ પગલું કેમ ભર્યું ? તેની તપાસ શરૂ કરી છે.

