રિપોર્ટ@વડોદરા: ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જાણો સમગ્ર મામલો
પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.
Mar 5, 2026, 12:30 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરા વડોદરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં બીજીવાર કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે.
હાલમાં વડોદરા કોર્ટ પરિસરમાં ચેકિંગ કરાઈ રહ્યું છે અને કોર્ટને ખાલી કરાવાઈ રહી છે. PCB, DCB, SOG અને સ્થાનિક પોલીસ પણ તપાસમાં લાગી છે.

