રિપોર્ટ@વડોદરા: પેટ્રોલ ટાંકી ફૂલ કરાવીને નીકળ્યો ને મોટર સાયકલ અચાનક ભડભડ સળગી, બાઇક બળીને ખાખ

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લઈ લીધી હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ બહાર બાઈકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બાઇક ચાલક પેટ્રોલ પૂરાવીને પંપની બહાર નીકળ્યો ત્યાં જ બાઇકમાં આગ લાગી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લઈ લીધી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, મોટરસાયકલ ચાલકે પેટ્રોલ ભરાવ્યા પછી પંપની બહાર નીકળતાં જ અચાનક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની તીવ્રતા એટલી વધી કે આખી મોટરસાયકલ બળીને ખાક થઈ ગઈ હતી. ચાલકે બાઇકમાં પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી નીકળ્યોને આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

બનાવની જાણ થતાં જ પાણીગેટ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો તરત જ સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ જો આગ પેટ્રોલ પંપ પર લાગી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાત.