રિપોર્ટ@વડોદરા: નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા શિક્ષકનો મૃતદેહ ચોથા દિવસે મળ્યો, જાણો વિગતે

તંત્રએ દરવાજા ઉંચા કર્યા ને ફાયર બ્રિગેડે જીવના જોખમે પાર પાડ્યું ઓપરેશન, કાંડુ ગેટમાં ફસાયેલું હતું
 
રિપોર્ટ@વડોદરા: નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા શિક્ષકનો મૃતદેહ ચોથા દિવસે મળ્યો, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નર્મદા કેનાલમાંથી 45 મિનિટે માંડ બહાર કાઢી શિક્ષકની ડેડબોડી, VIDEO:તંત્રએ દરવાજા ઉંચા કર્યા ને ફાયર બ્રિગેડે જીવના જોખમે પાર પાડ્યું ઓપરેશન, કાંડુ ગેટમાં ફસાયેલું હતું.

નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા શિક્ષક શુભમ પાઠકનો મૃતદેહ ચોથા દિવસે મળી આવ્યો, જેમાં શુભમનો મૃતદેહ ખંડીવાળા કેનાલથી 50 કિ.મી. દૂર કનેટીયા ગેટમાં ફસાયેલો મળ્યો હતો. ત્યાર બાદ આજે શુભમની ડેડબોડી 45 મિનિટ સુધી પ્રયાસો હાથ ધર્યા હતા, કારણ કે તેનું કાંડુ કેનાલના ગેટમાં ફસાઈ ગયું હતું. જેથી નર્મદા કેનાલ તંત્રને તે ગેટ ઉંચો કરવાની જાણ કરી હતી અને માંડ માંડ બોડી બહાર કાઢી હતી.

રવિવારે પરત ફરતી વખતે કેનાલ કિનારે પગ ધોવા ગયેલા રાહુલ લપસી પડતા ડૂબવા લાગ્યા, તેમને બચાવવા દોડેલા શુભમ પણ તેજ પ્રવાહમાં તણાઈ ગયા હોવાથી બંને ગરકાવ થઈ ગયા, જ્યારે બાકીના બે મિત્રો તરતા ન આવડતા કંઈ કરી શક્યા નહીં.

હાલોલ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત અને જીવના જોખમે બંને મૃતદેહો બહાર કાઢ્યા, જેમાં મગરોની હાજરી અને પહોળી કેનાલને કારણે મુશ્કેલીઓ આવી હતી. જરોદ પોલીસે તપાસ હાથ ધરી છે અને પરિવારજનો પર ગમગીની છવાઈ ગઈ છે, ખાસ કરીને શુભમ સારો સ્વિમર હોવા છતાં ડૂબી ગયો હોવાની વાતે આઘાત વધાર્યો છે.