રિપોર્ટ@વડોદરા: 114 કરોડના ખર્ચે બનેલા સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી, 1વ્યક્તિનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરમાં 114 કરોડના ખર્ચે બનેલા સેન્ટ્રલ બસ સ્ટેશન પર ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એકને ઈજા થઈ છે. બસ વ્યવહાર ખોરવાયો છે.
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અન્ય કોઈ ફસાયેલું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.
આ બસ સ્ટેશનનું વર્ષ 2014ના ફેબ્રુઆરીમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જો કે મનપાની ચૂંટણી વચ્ચે જ આ દુર્ઘટના બનતા શહેરભરમાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. સેન્ટ્રલ બસ સ્ટેશનમાં રોજની 2200 બસની આવન જાવન થાય છે અને દૈનિક 70 હજારથી મધુ મુસાફરો અહીં આવે છે.

