રિપોર્ટ@વડોદરા: યુવકને હનીટ્રેપમાં ફસાવી 1.50 કરોડ પડાવ્યા, સમગ્ર ઘટના જાણો
આ ઉપરાંત જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
Updated: Mar 21, 2025, 09:02 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
યુવકને હનીટ્રેપમાં ફસાવી 1.50 કરોડ પડાવ્યા હતા. મહિલાએ તારી સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે અને 5 રાજ્યોની પોલીસ તને શોધી રહી છે.
મિનિસ્ટ્રી ઓફ હોમમાં ગોઠવણ કરાવવા 12 કરોડની ખંડણી માગી બે પરિચિતોએ મુંબઇ ખાતે રહેતા વડોદરાના યુવકને ગોંધી રાખ્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
અપહરણકર્તાઓએ દોઢ કરોડની ખંડણી પડાવી લઈને વધુ રૂપિયાની માગણી ચાલુ રાખી હતી. આ મામલે ગોત્રી પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી અને પીડિત યુવકને મુંબઇના ફ્લેટમાંથી મુક્ત કરાવ્યો હતો. આ મામલે ગોત્રી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.