રિપોર્ટ@વડોદરા: સગીર દીકરીએ પ્રેમી સાથે મળી પિતાની હત્યા કરી, જાણો સમગ્ર ઘટના
પોલીસે હાલ સગીરા, તેના પ્રેમી સહિત ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Dec 20, 2025, 16:51 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા જિલ્લામાં થોડા સમય પહેલાં બહેને પ્રેમી સાથે મળી બહેનની હત્યા નીપજાવવાના બનાવ બાદ હવે પુત્રી દ્વારા પ્રેમી સાથે મળી પિતાની હત્યા નીપજાવવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પાદરા તાલુકામાં રહેતા એક યુવકની તેના જ ઘરમાં છરીના ઘા મારી હત્યા નીપજાવવામાં આવી હતી, જેની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ હત્યા મૃતકની સગીર વયની દીકરીએ તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સાથે મળી કરી હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે.
બનાવના દિવસે પુત્રીએ પિતાને જે ભોજન આપ્યું હતું એમાં ઊંઘની ગોળી નાખી દીધી હતી. ત્યાર બાદ દીકરીના પ્રેમી અને તેના મિત્રએ રાત્રિના સમયે છરીના ત્રણ ઘા મારી હત્યા નીપજાવી હતી. પોલીસે હાલ સગીરા, તેના પ્રેમી સહિત ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

