રિપોર્ટ@વિસનગર: પોલીસે રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો, જાણો સમગ્ર મામલો

પોલીસે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં દારૂના ગુનાઓ ખૂબજ વધી રહ્યા છે. મહેસાણા જીલ્લાના વિસનગર શહેર પોલીસે બુધવારે આથમણાવાસમાં દરોડો પાડી એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે, આથમણાવાસમાં રહેતો હાર્દિકજી વિકમજી ઠાકોર પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વેપાર કરી રહ્યો છે. દરોડા દરમિયાન, ઘરના ઉપરના માળેથી પ્લાસ્ટિકની થેલીમાં સંતાડેલી 46 બોટલ વિદેશી દારૂ અને 30 ટીન બિયર મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 13,525નો મુદ્દામાલ કબજે કરી હાર્દિકજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

આ ઉપરાંત, વિસનગર તાલુકા પોલીસે ઉદલપુર હાઈવે ચોકડી પાસેથી શંકાસ્પદ બળેલા તાંબાના વાયર સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે ઉદલપુર હાઈવે ચોકડી પર એક દવાખાના પાસે પલ્સર બાઇક પર ઉભેલા ચાર શખ્સો પાસે પ્લાસ્ટિકની થેલીમાં તાંબાનો કોપર વાયર છે અને તેઓ તેને વેચવાની પેરવીમાં છે.

પોલીસે રાવળ હિતેશ લાલા શંભુ, રાવળ કરણ બાબુ મંગળ, રાવળ આકાશ મહેશ મથુર અને રાવળ કમલેશ રમેશ ચંદુને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી બળેલા તાંબાના વાયરના ટુકડા મળ્યા હતા, જેના અંગે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે તાંબાના વાયર અને બાઇક સહિત કુલ રૂ. 40,000નો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.