રિપોર્ટ@મહેસાણા: રેલવે બ્રિજ નીચેથી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર ઘટના

બનાવની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી
 
રિપોર્ટ@મહેસાણા: રેલવે બ્રિજ નીચેથી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણાના શહેરનારેલવે બ્રિજ નીચેથી યુવકનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. મહેસાણા હનુમંત હેડુંવા ગામેથી પસાર થતી રેલવે લાઈનના બ્રિજ નીચેથી એક યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી હતી. આ બનાવની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ સ્થળેથી પોલીસને એક કાર પણ મળી આવી છે. હાલમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા મહાનગરના હનુમંત હેડુવા ગામ વિસ્તારની સીમમાંથી પસાર થતી મહેસાણા અમદાવાદ રેલવે લાઇન પરના લોખંડના રેલવે બિજ પરથી એક યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. લટકતી લાશને જોઈ ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જોકે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા મહેસાણા તાલુકા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને મળેલી જાણકારી મુજબ, મૃતક યુવક નજીકના શોભાસણ ગામમાં રહેવાસી પંકજભાઈ પટેલ આશરે ઉં.વ.32 હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતક અવારનવાર આ જગ્યાએથી પસાર થતો હતો, ત્યારે તેની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળવી એ તપાસનો વિષય બન્યો છે. આ સાથે જ બનાવ સ્થળ પાસેથી GJ01 KM 3553 નંબરની એક સફેદ કલરની કાર મળી આવી હતી. જે કાર મૃતકના મિત્રની હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે મહેસાણા તાલુકા પોલીસે હાલમાં મૃતદેહને બ્રિજ પરથી નીચે ઉતારી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.