રિપોર્ટ@રાજકોટ: 'તારા ફળીયામાં પગ નહીં મુકું...' જેવા ગીતો પર યુવાધન હિલોળે ચડ્યું

ખેલૈયાઓનો ઉત્સાહ જોરદાર જોવા મળ્યો હતો.
 
રિપોર્ટ@રાજકોટ: 'તારા ફળીયામાં પગ નહીં મુકું...' જેવા ગીતો પર યુવાધન હિલોળે ચડ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં નવરાત્રિનો પવિત તહેવાર ચાલી રહ્યો છે. આજે નવરાત્રિના 6 દિવસ છે. નવરાત્રિના 5 દિવસે ગરબાના આયોજનો પર ખેલૈયાઓનો ઉત્સાહ જોરદાર જોવા મળ્યો હતો. યુવાનો 'ઓરે રંગીલા તારા રંગે...' જેવા ટ્રેન્ડિંગ ગીતો અને પરંપરાગત ધૂન પર રાતભર ઝૂમી ઉઠ્યા હતા.

 જેના ડ્રોન વીડિયો નજારાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. કાલાવડ રોડ પર આવેલી હોટલ સીઝન્સ ખાતે MGM દ્વારા આયોજિત ગરબામાં વાઈટ થીમનું આકર્ષણ જોવા મળ્યું હતું.

આ આયોજનમાં 10,000 જેટલા ખેલૈયાઓ માત્ર ગુજરાતી ગીતો, માતાજીના ગરબા અને લોકગીતો પર જ એકસાથે ગરબે ઘૂમ્યા હતા, જેમાં તાળી રાસથી શરૂઆત કરીને યુવાનો 'તારા ફળીયામાં પગ નહીં મુકું...' જેવા ગીતો પર હિલોળે ચડ્યા હતા.