રીઝલ્ટ@ગાંધીનગર: 44 બેઠકમાંથી 38 પર ભાજપે બાજી મારી, કોંગ્રેસની 5 અને અપક્ષની 1 બેઠક

વોર્ડ 6માં કોંગેસની પેનલ જીતી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક પરનું ચૂંટણી પરિણામનું સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની 38, કોંગ્રેસની 5 અને અપક્ષની 1 બેઠક પર જીત થઈ છે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું, જેમાં કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ચૂંટણીના પરિણામમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11 માં ભાજપે તમામ 4-4 બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. વોર્ડ નંબર 2માં ભાજપને 3 બેઠકો મળી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપને 3 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 6માં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે તમામ 4 બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે અને ભાજપને એક પણ બેઠક મળી નથી.

વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર દિપ્તીબેન મનીષભાઈ પટેલની હાર થતાં તબિયત લથડી હતી. થોડીવારના આરામ બાદ બહાર આવ્યાં.

ત્રણ ભાજપ અને એક અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. સામાન્ય વર્ગ અનામત બેઠક પર અપક્ષ ઉમેદવાર દીપિકાબા વાઘેલાની 156 મતથી જીત થઈ છે.