ઘટસ્ફોટ@લીમખેડા: મનરેગાની તપાસમાં ટીડીઓએ પોતાના સાહેબને જ ગેરમાર્ગે દોર્યા, ડીડીઓ પગલા ભરશે?

ટીડીઓ રાવતે બચાવ લેવા ડીડીઓને સોંપેલ રીપોર્ટમાં વર્ષ 2019-20 મામલે કોઈ જ સ્પષ્ટતા આપી નથી
 
ઘટસ્ફોટ@લીમખેડા: મનરેગાની તપાસમાં ટીડીઓએ પોતાના સાહેબને જ ગેરમાર્ગે દોર્યા, ડીડીઓ પગલા ભરશે?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


લીમખેડા તાલુકામાં મનરેગાની અનેક જગ્યાએ ભ્રષ્ટ્ર કામગીરી મામલે તાત્કાલિક અસરથી ઉચ્ચ કક્ષાએથી તપાસ જરૂરી છે ત્યારે હવે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગ્રામ વિકાસ કમિશ્નરને સંબોધીને ઓનલાઇન કરેલી રજૂઆત આખરે દાહોદ જિલ્લા પંચાયત આવી હતી. ફરિયાદ બાદ કેટલાક મુદ્દાઓનો હકીકતલક્ષી અહેવાલ મોકલવા દાહોદ ડીડીઓએ લીમખેડા તાલુકાને હુકમ કર્યો હતો. આ હુકમ આધારે ટીડીઓ રાવતે તપાસ કરી જે રીપોર્ટ ડીડીઓને મોકલ્યો તે કેટલાક અંશે ચોંકાવનારો છે. પાછલા કેટલાક વર્ષોનો લેબર મટીરીયલ રેશિયો ઈરાદાપૂર્વક ભંગ કર્યો હતો તેમાં એક વર્ષની સ્પષ્ટતાનો છેદ ઉડાવ્યો છે. ટીડીઓ રાવતે ઓફલાઈન બીલોને બદલે ઓનલાઈનની દલીલો મૂકીને બચાવ લીધો છે. જાણીએ કેવી રીતે ટીડીઓ રાવતે પોતાના જ સાહેબને ગેરમાર્ગે દોર્યા તેનો આ સ્પેશ્યલ રિપોર્ટ.

ઘટસ્ફોટ@લીમખેડા: મનરેગાની તપાસમાં ટીડીઓએ પોતાના સાહેબને જ ગેરમાર્ગે દોર્યા, ડીડીઓ પગલા ભરશે?

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં મનરેગાની ગાઇડલાઇનનો જાણીજોઈને ભંગ અને રોજગારીને બદલે વેપાર થતો હોવાની બૂમરાણ છે. આથી તાત્કાલિક અસરથી લીમખેડા તાલુકા પંચાયતમાં રોજગારીના કાયદાનુ અક્ષર: પાલન કરાવવા અને પાછલાં વર્ષોમાં થયેલ શંકાસ્પદ રેશિયો ભંગની તપાસ માટે રજૂઆત થઈ હતી. રજૂઆત આધારે પ્રામાણિક ડીડીઓ ઉત્સવ ગૌતમે લીમખેડા ટીડીઓને તપાસ કરવા હુકમ કર્યો પરંતુ ફરીથી ઈરાદાપૂર્વક વાળી માનસિકતા બની છે. ફરિયાદમાં નાણાંકીય વર્ષ 2019-20થી માંડીને 2023-24 સુધીમાં લેબર અને મટીરીયલ રેશિયો ભંગની વિગતો હતી. તો ડીડીઓના હુકમ સામે ટીડીઓ રાવતે બે મુદ્દાની તપાસમાં જણાવ્યું કે, મટીરીયલ બીલો ટેન્ડર પાર્ટી મૂકે એટલે મેળાપીપણુ અને બેફામ બીલોના આક્ષેપ આધારહિન છે. અહીં ટીડીઓ રાવતને ખબર હશે કે, મટીરીયલ બીલો ત્યારે જ મંજૂર થાય જ્યારે મટીરીયલ ખર્ચવાળા કામો મંજૂર કર્યા હોય. હવે નીચેના ફકરામાં વાંચો ડીડીઓને કેવીરીતે ગેરમાર્ગે દોર્યા.

રજૂઆત મુજબ વર્ષ 2019-20 માં તો ખૂબ મોટા પ્રમાણમાં મટીરીયલ ખર્ચ થયો કર્યો હોવાની ફરિયાદ છે. તેની સામે ટીડીઓ રાવતે બચાવ લેવા ડીડીઓને સોંપેલ રીપોર્ટમાં વર્ષ 2019-20 મામલે કોઈ જ સ્પષ્ટતા આપી નથી. ઓફલાઈન બીલોને બદલે ઓનલાઇન સિસ્ટમ કરી હોવાથી ખર્ચ વધારે બતાવે તેવી દલીલો બાકીના નાણાંકીય વર્ષ માટે રજૂ કરી છે. પરંતુ મટીરીયલ ખર્ચ થાય તેવા કામો વધારે પ્રમાણમાં ઈરાદાપૂર્વક કરો છો પછી જ બીલો ઓનલાઇન કે ઓફલાઈનની વાત આવે. મટીરીયલ ખર્ચ વધારે થયો તેના બચાવમાં ઓફલાઈન બીલોને બદલે ઓનલાઇન વાળો તર્ક કેવીરીતે સુસંગત થાય ? તમે ઈરાદાપૂર્વક મટીરીયલ ખર્ચ વધારે નથી કર્યો તો લેબર ખર્ચ કેમ વધારી ના શક્યા?

મનરેગા કાયદો/યોજના ગ્રામ્ય સ્તરે રોજગારી માટે છે, આથી જો તમે ઈચ્છો તો 90 ટકા લેબર ખર્ચ કરીને પણ નિયમોનુસાર યોજનાની અમલવારી અને રોજગારીને ન્યાય આપી શકતાં હતા. બીલો મૂકવાની પધ્ધતિ અથવા એક વર્ષના બીલો બીજા વર્ષમાં મૂક્યા તે હકીકત હોય કે દલીલ પરંતુ મટીરીયલ ખર્ચ અતિશય થયો તે પણ સોના જેવું સત્ય છે. ભલે ગત વર્ષોમાં ટીડીઓ રાવત ના હતા પરંતુ તપાસ રીપોર્ટમાં જે રીતે દાહોદના પ્રામાણિક ડીડીઓ ઉત્સવ ગૌતમને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કર્યા તો શું તેની અસર અન્યત્ર નહિ થાય ? આ બાબતે ડીડીઓ જો ગાંધીનગર સ્થિત કમિશ્નર કચેરીએથી તપાસ ટીમની માંગ કરી લીમખેડા ઉતારે તો મનરેગામાં રોજગારીને બદલે વેપાર કરનારા ઉઘાડાં પડે તેમ છે.