છેતરપીંડી@ગુજરાત: શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી, છેતરપીંડી આચરનાર ૩ ઝડપાયા

આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
 
છેતરપીંડી@ગુજરાત: શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી, છેતરપીંડી આચરનાર ૩ ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં છેતરપિંડીની ઘટનો ખુબજ વધી ગયા છે. લોકો સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી રહી છે.  શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી.  ૪.૪૭ લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી.  જે બનાવ મામલે મોરબી સાયબર ક્રાઈમ ટીમે 3 આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

રોજ કિશનભાઈ કાવર નામના અરજદારને વોટ્સએપ નંબર પરથી લીંક મોકલી વોટ્સએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલી હતી. અરજદાર શેર બજારમાં રોકાણ કરતા હોય જેથી ચેટ દરમિયાન શેર બજારમાં રોકાણ કરવા માટે જણાવ્યું હતું. કિશનભાઈએ ઓનલાઈન શેરની લે વેચ કરવા માટે કુલ રૂ ૪,૪૭,૧૫૦ નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કર્યું હતું બાદમાં ફરિયાદીએ કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવાનું જણાવતા આરોપીઓએ પૈસા પરત ના આપી છેતરપીંડી આચરી.  જેથી અરજદારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે ફરિયાદ નોંધાવી હતી.

જેથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૧૯, ૪૨૦, 120 (બુઈ) અને આઈટી એક્ટ કલમ ૬૬ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આર ટી વ્યાસ, પીએસઆઈ બી ડી ભટ્ટ, યુ એસ બારોટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી હતી.  જેમાં આરોપી જગાભાઇ વહાભાઈ ભરવાડ, હરીશ ગોબરભાઈ ભરવાડ અને ગણેશ ગગન થાપા રહે બધા ફતેગંજ વડોદરા વાળાને ઝડપી લીધા.  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.