કૌભાંડ@ગુજરાત: અધિકારીઓએ ઓઇલ મિલમાં રેડ પાડતા ભેળસેળયુક્ત ખાદ્યતેલનું કૌભાંડ ઝડપાયું
રૂ. 3.70 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત
Jul 20, 2024, 08:40 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક કૌભાંડ સામે આવતા હોય છે. ફરી એકવાર ખાધતેલનું કૌભાંડ સામે આવ્યું છે. કલોલમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનું કૌભાંડ ઝડપાયું.
સ્થાનિક અધિકારીઓએ 'શ્રીનાથ પ્રોટીન' નામની ઓઇલ મિલમાં રેડ પાડતા નામી બ્રાન્ડ્સના 21,000 લેબલ તેમજ 15 કિલોના 2,000 અને 1 લિટરના 43,000 ખાલી ડબ્બાઓ મળી આવ્યા.
જે બાદ અધિકારીઓએ રૂ. 3.70 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી મિલને સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે.