છેતરપિંડી@મોરબી: શેરબજારમાં રૂપિયા ડબલ થવાનું કહીને આધેડ સાથે રૂા.34.40 લાખની છેતરપિંડી ઇસમે આચરી

આધેડની સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી 
 
છેતરપીંડી@ગોંડલ: ૮.૧૬ કરોડથી વધુના ચણા-ધાણા બારોબાર વેચી છેતરપીંડી આચરી

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

 આધેડને શેર બજારમાં ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેવી લાલચ આપીને વિશ્ર્વાસમાં લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ શેર બજાર માટે ડિમેટ એકાઉન્ટ ખોલીને તેના આઈડી પાસવર્ડ પણ આપવામાં આવ્યા હતા અને જુદાજુદા સમયે જુદાજુદા ખાતામાં કુલ મળીને ઓનલાઇન અને ગુગલ પે ટ્રાન્જેકશન દ્રારા રૂપીયા 34,40,179 મેળવી લીધેલ હતા અને તે પરત ન આપીને આધેડની સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નંબર-10 માં આવેલ ગંજાનન મકાનમાં રહેતા હીંમાશુભાઇ બળવંતભાઇ પંડ્યા જાતે બ્રાહ્મણ (50)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રીયા શર્મા જેના મોબાઈલ નંબર 7241171948 તથા 7470604948, આર.પી. સીંગ જેના મોબાઈલ નંબર 62615 53804, જ્ઞાનેન્દ્ર ભારદ્રાજ જેના મોબાઈલ નંબર 9137046344 તથા 8819854245, ઓમ કશ્યપ જેના મોબાઈલ નંબર 84508 10835 અને અમિતભાઇ અગ્રવાલ જેના મોબાઈલ નંબર 78874 14890 છે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 3/5/2021 થી 17/10/2021 ના સમયગાળા દરમ્યાન આરોપી રીયા શર્માએ પોતે નિર્મલ બેંગ સીકયુરીટી લીમીટેડના હોદેદાર છે તેવી ઓળખ આપીને શેર બજારમાં રોકાણ કરો તો તમને તમારા રોકાણના એકના ડબલ રૂપીયા મળશે તેવું કહીને વિશ્વાસમાં લીધા હતા અને આરોપી રીયા શર્માએ જણાવેલ એકાઉન્ટમાં ઓનલાઇન ડીમેટ એકાઉન્ટ ખોલાવીને 5,00,000 ડીપોજીટ પેટે જમા કરાવ્યા હતા અને ત્યાર બાદ આરોપી આર.પી. સીંગ સાથે ફરિયાદી સંપર્ક કરાવતા તેને ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેમ કહી બે અલગ અલગ એકાઉન્ટમાં કટકે કટકે 5,27,499 જમા કરાવ્યા હતા અને તેના ડીમેટ એકાઉન્ટ માટેના યુજર આઇ.ડી. પાસવર્ડ આપેલ હતા. જો કે, લાંબા સમય સુધી ફરીયાદીને તેના રોકાણ કરેલ રૂપીયામાં કોઇ વળતર મળ્યું ન હતું.

જેથી તેને આરોપી આર.પી. સીંગએ આગળની કાર્યવાહી કરવા માટે આરોપી જ્ઞાનેન્દ્ર ભારદ્રાજનો સંપર્ક કરવા કહ્યું હતું ત્યારે જ્ઞાનેન્દ્ર ભારદ્રાજએ ફરીયાદીને બ્લોક ડીલ પોગ્રામમાં સારૂ વળતર મળશે તેમ કહી અત્યાર સુધી રોકાણ કરેલ રૂપીયાનુ તમામ વળતર મળી જાશે તેવી લાલચ આપીને વિશ્ર્વાસમાં લીધા હતા અને જ્ઞાનેન્દ્ર ભારદ્રાજએ જણાવેલ અલગ અલગ એકાઉન્ટમાં 23,22,680 જેટલી રકમ જમા કરાવેલ હતી અને ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેમ કહ્યું હતું અને ફરિયાદીને રૂપીયાની જરૂર પડતા તેને આરોપી જ્ઞાનેન્દ્ર ભારદ્રાજનો સંપર્ક કરતા તેણે ફરીયાદીના બ્લોક ડીલ પોગ્રામ એકાઉન્ટ આઇ.ડી.માં રહેલ રૂપીયા પરત મેળવવા ટેકસની રકમ ભરવા કહ્યું હતુ જેથી કરીને ફરિયાદી ગુગલ પે મારફતે તથા એકાઉન્ટમા રૂપીયા 80,000 જમા કરાવેલ હતા તેમ છતા તેના એકાઉન્ટમાં રહેલ રકમ મળેલ ન હતી જેથી જ્ઞાનેન્દ્ર ભારદ્રાજએ એક અકસ્માતનુ બહારનુ કાઢી રૂપીયા 10,000 બારકોડ સ્કેનરથી મેળવેલ હતા.

આમ ત્રણેય આરોપીઓએ શેર બજારમાં ડબલ રૂપીયા મળશે તેવી લાલચ આપી વિશ્વાસમાં લઇ અલગ અલગ એકાઉન્ટમાં કુલ રૂપીયા 34,40,179 મેળવી લીધા હતા અને ત્યાર બાદ ફરીયાદીએ આરોપી ઓમ કશ્યપ અને અમિતભાઇ અગ્રવાલનો સંપર્ક કરતાં તેઓએ પણ જ્ઞાનેન્દ્ર ભારદ્રાજએ આપેલ જબાવ મુજબ જવાબ આપીને ટેકસની રકમ ભર્યા બાદ જ તમારી બ્લોક ડીલ પોગ્રામ આઇ.ડી.માં રહેલ પરત મળશે તેમ કહ્યું હતું આ પાંચેય આરોપીઓએ શેર બજારમાં યેનકેન પ્રકારે રૂપીયા ડબલ કરવાની લોભામણી લાલચ આપીને આધેડને વિશ્વાસમાં લઇને તેની પાસેથી ઓનલાઇન અને ગુગલ પે ટ્રાન્જેકશન દ્રારા રૂપીયા 34,40,179 મેળવી લીધેલ છે જેથી કરીને આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ 406, 420, 114 તથા ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.