કૌભાંડ@રાજકોટ: બોગસ એલ.સી. કૌભાંડમાં પોલીસ દ્વારા 4 આરોપીની અટકાયત

પોલીસ દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે
 
કૌભાંડ@રાજકોટ: બોગસ એલ.સી. કૌભાંડમાં પોલીસ દ્વારા 4 આરોપીની અટકાયત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાંથી નકલી કઈ કાઢવાનું કૌભાંડ ઝડપાયું છે. જ્યારે સમગ્ર મામલે રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. બહુમાળી બિલ્ડીંગ નજીક રૂ।500 લઈને આ બોગસ એલસી કાઢી આપવામાં આવતું હોવાનું હાલ સામે આવ્યું છે.

પોલીસ મથકે ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ વિકસતી જાતિના નાયબ નિયામક જે.એમ બારોટે જણાવ્યું હતું કે, ગઈકાલે બહુમાળી ભવનના જનસેવા કેન્દ્ર ખાતે એક અરજદાર જાતિના દાખલા માટે આવ્યા હતા. જેમના લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ ધારકિયા જાતિ લખેલી હતી.

તેના આધારે બક્ષી પંચનો જાતિનો દાખલો નીકળે નહીં આ માટે તેમને જાતિનો દાખલો કાઢી આપવાની ક્લાર્ક દ્વારા ના પાડવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ફરી વખત અડધા કલાક બાદ કેન્દ્ર ખાતે આવ્યા હતા અને આ વખતે તેઓ કઈમાં અન્ય જ્ઞાતિ લખેલું લઈને આવ્યા હતાં. જેના માટે અમને તેના પર શંકા ગઈ હતી અને અમે તેની પૂછપરછ કરી હતી કે તે આ એલસી ક્યાંથી લઈને આવ્યો છે. ત્યારે તેને બહુમાળી ભવન નીચે બેસતા પુરોહિતભાઈ પાસેથી અંદાજિત રૂ।500માં બે કઈ લઈને અહી આવ્યા હતા તે વાત સામે આવી હતી.

નાયક નિયામકે રમેશ પુરોહિત નામના શખ્સની વધુ પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું હતું કે, આ બંને કઈ તેને જ અરજદાર અને તેના પુત્રના નામના કાઢીને આપ્યા હતાં. જ્યારે અરજદારના પુત્રનું કઈ કલ્યાણપુર તાલુકાનું હતું અને પિતાનું કઈ મહુવા તાલુકાનું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અરજદાર અને તેના પુત્રને અમે પૂછ્યું કે તેઓ ખરેખર આ શાળામાં ભણ્યા છે તો તેમને કોઈ પણ અભ્યાસ આ શાળાઓમાં કર્યો ન હોવાનું જાણવા મળ્યું છે. તે બંને રાજકોટમાં જ રહેતાં હતાં. બીજી તરફ પુરોહિત નામના શખ્સને પૂછતા તેને આ બોગસ એલસી તેના સાળા યોગેશ નામના શખ્સે આપ્યું હોવાનું ખુલ્યું હતું. હાલ આ સમગ્ર મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા 4 શખ્સોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


રાજકોટ બહુમાળી ભવનમાં નકલી એલસીનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં યોગેશ રાવલ નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. તે તેના જીજાજી રમેશ પુરોહિતને સાથે રાખતો રમેશ ફોર્મ ભરી આપવાનું કામ કરતો જ્યારે તેની સાથે અન્ય એક રાજુ રાવલ અને ઈમ્તિયાઝ નામનો શખ્સ પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે ચારેયની અટકાયત કરી તેમના રોલ તપાસવાનું હાથ ધરેલ હતું.