કૌભાંડ@ગુજરાત: રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલ સલિન્ડર ભરવાનું કૌભાંડ એસ.ઓ.જીની ટીમે ઝડપ્યું

મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
 
અટલ સમાચાર  ડોટ  કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે.  રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે રિફીલિંગ કરવામાં આવતુ હોવાના કૌભાંડની તપાસ કરવા માટે રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવ તેજા વાસમ સેટ્ટીએ ગાંધીનગર એસ.ઓ.જીના પીઆઇ વી.ડી વાળાને સૂચના આપી હતી.

તેના આધારે ઓસઓજી પી.એસ.આઇ એ.એચ ચૌહાણ અને ડી.ડી ચૌહાણે એક ટીમ બનાવી સાંતેજ નજીક આવેલા સાલજીપુરા ગામના એક રહેણાંક મકાનમાં ત્રાટકી હતી.

ત્યાં જઇને તપાસ હાથ ધરતાં રાંધણ ગેસના બાટલામાંથી ગેસ કાઢીને કોમર્સિયલ સિલિન્ડરમાં ભરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસે નજર કરી તો ગેરકાયદેસર રીતે અને કોઇ પણ જાતની સલામતી વ્યવસ્થા ઉભી કર્યા વગર જાનનું જોખમ રહેત તે પ્રકારે સ્ફોટક એવો જ્વલનશિલ ગેસનું રિફીલીંગ કરવાનું કૌભાંડ ગણપત કાનજીભાઇ પરમાર (રહે-ગોતા, અમદાવાદ) ચલાવતો હતો. તપાસમાં ઘટના સ્થળેથી રાંધણ ગેસના 36 બાટલા મળી આવ્યા હતાં. તેમાં ૩ બાટલા ગેસ ભરેલા હતાં.

આ ઉપરાંત ઇલેક્ટ્રીક મોટર, પંપ, પંપની ટ્યુબ, પારદર્શક પાઇપ, વજનકાંટો અને એક લોડિંગ રિક્ષા મળી આવી હતી. આ તમામ મુદ્દામાલની કિમત રૂપિયા 1,23,650 થાય છે. તે તમામ મુદ્દામાલ સાથે એસઓજીની ટીમે આરોપી ગણપત કાનજીભાઇ પરમારની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.