છેતરપિંડી@ડાંગ: આદિવાસી દીકરીઓ સાથે સિલાઈ મશીન આપવાના નામે ઠગાઈ
સિલાઈ મશીન આપવાના નામે 300 ઉઘરાવ્યા પછી 52-52 હજારની સ્કોલરશિપ પડાવી લેવાનું કૌભાંડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેતરપિંડીનાં બનાવો અવાર-નવાર સામે આવતા હોય છે. ડાંગમાં ગરીબ આદિવાસી દીકરીઓ સાથે છેતરપિંડી કરી લાખોનું સ્કોલરશિપ કૌભાંડ સામે આવ્યું છે. વર્ષ 2021 - 22 માં વધઈ તાલુકાના કુકડનખી ગામે આવેલી એસ. એસ. મહિલા કોલેજ દ્વારા ગરીબ જરૂરિયાત આદિવાસી દીકરીઓને સિલાઈ મશીન મળશે તેવી જાહેરાતો કરી.
આવી 18 વિદ્યાર્થિનીઓને સિલાઈ મશીન અને તેના કોર્સ માટેના ફોર્મ ભરાવી 300-300 રૂપિયા લીધા હતા. એ વખતે વિદ્યાર્થિનીઓના ડોક્યુમેન્ટ લઈ તેનો ખોટો ઉપયોગ કરી તેના એડમિશન ડિપ્લોમા ઈન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી કોર્સમાં બતાવી દીધા.
એક વર્ષના કોર્સની આ વિદ્યાર્થિનીઓ ને ના તો જાણ હતી કે તે ક્યારેય કોલેજ ગયા હતા. થોડા સમય પછી એજન્ટોએ આ કોર્સ અંતર્ગત જમા થયેલી 52 હજારની સ્કોલરશિપ ઉપાડી લીધી હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનારી વિદ્યાર્થિનીઓ સાથે વાત કરતા અનેક ચોંકાવનારાં તથ્યોનો ખુલાસો થયો છે.