ઘટના@જામનગર: કાલાવડમાં અચાનક પૂલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ બાળકો ફસાયા

બાળકો ફસાયા 
 
ઘટના@જામનગર: કાલાવડમાં અચાનક પૂલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ બાળકો ફસાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.   જામનગરના કાલાવડમાં પૂલ તૂટ્યો હતો. જેથી એક સ્કૂલ બસ અટવાઈ હતી. જેને પગલે બાળકો ફસાઈ ગયા હતા. જેથી ગ્રામજનોએ બાળકોનું રેસ્ક્યૂ કર્યુ હતું.

જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કવાંટની કરા અને અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ હતી. જામનગરના કાલાવડના મૂળીલા ગામમાં પૂલ તૂટ્યો હતો. જેથી સ્કૂલ બસ અટવાઈ હતી. જેને પગલે બાળકો ફસાઈ ગયા હતા.

જેથી ગામ લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પડતાં મૂળીલા ગામની નદીમાં પૂર આવ્યું હતું. જેથી મૂળીલાથી નપાણીયા ખીજડિયાનો પૂલ તૂટી ગયો હતો. જેને પગલે અનેક ગામનો સંપર્ક તૂટી ગયો હતો. આ પૂલ તૂટી જતા એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. જેથી ગામલોકોએ બાળકોનું રેસ્ક્યૂ કર્યું હતું.