ક્રાઈમ@રાજકોટ: પુત્રવધૂને મરવા મજબૂર કર્યાના કેસમાં સાસુની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

પુત્રવધૂને મરવા મજબુર કરનાર સાસુની જામીન અરજી સેશન્સ કોર્ટ ફગાવી દીધી છે
 
Sessions court rejects mother-in-laws bail plea in crime Rajkot daughter-in-law forced to die case

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લગ્ન પહેલા તો એ છોકરીને અને એના પરિવારના લોકોને કહે છે,કે તે એમનાં ઘરની વહુને પોતાની પુત્રીની જેમ રાખશે .વાસ્તવમાં એવું કૈજ નથી હોતું.એ પોતાના ઘરની  વહુને પુત્રી તો શું એક માણસ પણ સમજતા નથી.તેની સાથે જાનવર કરતા પણ ખરાબ વર્તન કરે છે,એને મેણા મારે છે.બહુજ ખરાબ વર્તન કરે છે.લોકો પોતાના ઘરની વહુનેના માન આપે ના સન્માન.છોકરીના લગ્ન પછી તેનું ઘર બદલાઈ જાય છે.તે પોતાના સાસરાને જ અપનાવીને તેના રંગમાં રંગાઈ જાય છે,અને એ રીત જેવું સાસરીના લોકોને ગમે.હાલના જમાનારમાં સ્ત્રીઓંને સાસરીમાં બહુજ તકલી પડતી હોય છે.સાસરી વાળા પોતાની ઘરની વહુ પર અત્યાચાર કરતા હોય છે.કેટલાય લોકો દહેજ માટે પોતાના ઘરની વહુને ત્રાસ આપતા હોય છે.તો કોઈને કોઈ કારણો સર છોકરીને સાસરીના લોકો તકલીફ આપતા હોય છે.તેના પર ઘરેલું હિંસા કરતા હોય છે. તેના પર હાથ ઉપાડે છે.સાસરીમાં તેને શાંતિથી રહેવા દેતા નથી.ઘરેલું હિંસાથી કંટાળીને છોકરીયો ના કરવાનું કરી બેસે છે.સાસરીના લોકોના ત્રાસથી કંટાળીને છોકરીયો પોતાનું જીવન ટૂંકાવી નાખે છે.તે ગળે ફાસો ખાઈને કે દવા પીને પોતાનું જીવન ટૂંકાવી નાખે છે.આવીજ એક રાજકોટની ઘટના સામે આવી છે.સાસુના ત્રાશથી કંટાળીને યુવતીએ પોતાનું જીવન ખતમ કરી નાખ્યું.પુત્રવધૂને મરવા મજબુર કરનાર સાસુની જામીન અરજી સેશન્સ કોર્ટ ફગાવી દીધી છે. દીકરીને જન્મ આપ્યા બાદ ગર્ભાશયનું ઓપરેશન કરવું પડ્યું હોય, 'તું અમારો વંશ આગળ નહીં વધારી શકે' તેમ સાસુએ કહેતા અલ્કાબે જસ્મિનભાઈ ચૌહાણે આપઘાત કરી લીધો હતો.કેસની વિગત મુજબ, લક્ષ્‍મીનગરમાં રહેતી નવ વર્ષની પુત્રીની માતા અલ્કાબેન ચૌહાણે તા.23-6-2019ના રોજ આપઘાત કરી લીધો હતો. જે પછી તેમના બહેન સરોજબેન રમેશભાઈ પરમારે મૃતકના પતિ, સાસરિયાના સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ અલ્કાબેનને સંતાનમાં પુત્રી તન્વીનો જન્મ થયા બાદ ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવું પડ્યું હતું. તેથી બાળક થઈ શકે તેમ ન હોવાને કારણે સાસુ, સસરા, પતિ વગેરે અવારનવાર ત્રાસ આપતા આપઘાત કર્યો હતો.આપઘાત કરતા પહેલા અલ્કાબેને મોબાઇલમાં એક વીડિયો પણ બનાવેલો તેમાં પણ સાસરિયાના ત્રાસને કારણે આપઘાત કરતી હોવાનું જણાવાયું હતું. ગુનો દાખલ થયા પતિ સહિતના આરોપીઓની ધરપકડ થઈ હતી અને જેલ હવાલે થયા હતા. જેમાં સાસુ સરોજબેન મગનભાઈ ચૌહાણે રેગ્યુલર જામીન ઉપર છૂટવા જામીન અરજી કરી હતી.અરજી ચાલતા સરકાર પક્ષે હાજર રહેલા સરકારી વકીલ બિનલબેન રવેશિયાએ જામીન અરજી નામંજૂર કરવા ભારપૂર્વક દલીલો કરી હતી, જે ધ્યાને લઈને એડિશનલ સેશન્સ જજ વી. કે. ભટ્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે એપીપી બિનલબેન રવેશિયા રોકાયેલા છે