ગુનો@શાપર: મોબાઇલ ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સહિત શાપર-વેરાવળ પોલીસ જડપી લીધો

ચોરીની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.
 
ચકચાર@ગોઝારીયા: લોકડાઉનમાં તસ્કરો બેફામ, 2.94 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે.રોજને રોજ ચોરીનો બનાવ કોઈને કોઈ જગ્યાએથી સામે આવતોજ  હોય છે.હાલમાં શાપર-વેરાવળમાં મોબાઈલ ચોરી કરના ચોરને શાપર પોલીસે પકડી લીધો છે.રાજકોટ નજીક આવેલ શાપર-વેરાવળમાં મોબાઇલ ચોરી કરી નાસતા આરોપી સુરેશ શોભારામ કટારા (ઉ.વ.28, રહે. આજી ડેમ પાસે, કરૂણા ગૌશાળામાં)ની ચોરીના મુદામાલ સહિત ધરપકડ કરવામાં આવી હતી. શાપર બસ સ્ટોપ ઉપરથી 31/5ના સાંજના સાડા છ વાગ્યા આસપાસ ફરીયાદીના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી થયેલ. જે બાબતે પોલીસમાં ફરીયાદ નોંધાતા બાતમીના આધારે આરોપીની મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.રૂા.5000ની કિંમતનો ફોન કબ્જે કરાયો છે. આ કામગીરી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનો, પીએસઆઇ આર.કે.ગોહિલ હેડ કોન્સ્ટેબલ તુલારસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, પિયુષભાઇ અઘેરા, પ્રવિણભાઇ મેસવાણીયા, લગધીરસિંહ જાડેજા તથા દિગ્વિજયભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલી હતી.