રિપોર્ટ@દાહોદ: તોરણી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. તોરણી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના માસી તોયણી ગામની તોરણી પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ ધોરણ 1માં ભણતી સાડા છ વર્ષિય વિદ્યાર્થીનીનો શ્વાશ રૂંધીને હત્યા કરી દેવામાં આવી હતી. શાળામાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતાં તમામ બાળકોના માનસ ઉપર આ ઘટનાની વિપરીત અસર થઇ છે. ઘટનાને ત્રણ દિવસ થઇ ગયા છે પરંતુ બાળકોમાં આ ઘટનાનો ભય જઇ નથી રહ્યો. તેના કારણે જ શનિવારના રોજ આ શાળાની આસપાસમાં રહેતાં માત્ર 17 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતાં. શાળામાં 7 શિક્ષકો ફરજ બજાવે છે પરંતુ તેમાંથી માત્ર બે શિક્ષિકા હાજર રહી હતી.
સાત શિક્ષકો માંથી પાંચ શિક્ષકોની શનિવારે પણ પોલીસ દ્વારા ઘનિષ્ઠ પુછપરછ ચાલી રહી હોવાથી તેઓ ત્યાં વ્યસ્ત હોઇ માત્ર બે જ શિક્ષિકા ફરજ ઉપર હાજર જોવા મળી હતી. બીજી તરફ મધ્યાહન ભોજન સંચાલક સહિતનો સ્ટાફ પણ પોલીસ તપાસમાં હોવાથી શનિવારે શાળામાં મધ્યાહન ભોજન પણ બન્યુ ન હતું. આ ઘટના છાત્રોના માનસપટ ઉપરથી ભૂ્ંસાય અને વાતાવરણ હળવું થાય તે માટે પોલીસે પણ બાળકોને શાળાએ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને જોઇયે તેટલી સફળતા મળી ન હોવાનું જાણવા મળ્યુ છે.
બીજી તરફ મોઢુ અને નાક દબાવી રાખવાને લીધે શ્વાશ રૂંધાતા બાળકીનું મોત થયુ હોવાનો પોસ્ટ મોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવતાં તેના આધારે બાળકીના પિતાની ફરિયાદના આધારે શુક્રવારની રાત્રે જ રણધિકપુર પોલીસે હત્યા સબંધિ ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનાને 48 કલાકનો સમય વ્યતિત થઇ ગયા છે ત્યારે સમાચાર લખાયા સુધી હત્યા કોણે અને કયા કારણોસર કરી છે તે અંગેની કોઇ કડી પોલીસને મળી શકી ન હતી.
મારી ભત્રીજીને રોડ સુધી મુકવા ગયા હતાં ત્યાંથી ગોવિંદ સાહેબની ગાડીમાં બેસાડી હતી. નિશાળે ગયા પછી શિક્ષકોની જવાબદારી બને છે. ભત્રીજી નહીં આવતાં અમે શોધખોળ કરી હતી. ટુ વ્હીલર લઇને નિશાળે જતાં દરવાજે તાળુ હતું.અમારી સાથેનો એક દરવાજો કુદીને અંદર ગયો ત્યાર બાદ બીજા ઘરેથી ચાવી મળતાં અમે દરવાજો ખોલ્યો હતો. ઓરડાની બાજુમાં છોકરી ગંભીર હાલતમાં પડેલી હતી. તેને રણધિકપુર પીએચસી લઇ જવાઇ હતી. છોકરી બચે ની બચે તેમ કહેતાં ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા ખાનગી દવાખાને લઇ ગયા હતાં. ત્યાંથી સરકારી દવાખાને લઇ ગયા હતાં. વર્ગ ખંડમાંથી જ દફતર મળ્યુ હતું.છોકરી વર્ગખંડમાં નહોતી તો શિક્ષકે શું ધ્યાન રાખ્યુ. રજા કરી ત્યારે દફતર કોનું પડ્યુ છે તે શિક્ષકે ધ્યાન રાખવુ જોઇતુ હતું. પછી પોલીસ આવી હતી.બાળક સાથે આવુ ન બને તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી અમારી માગ છે.
તોરણી પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ ધોરણ 1માં ભણતી બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. આ દિવસે શાળામાં 196માંથી 157 બાળકો હાજર હતાં. હાજર વિદ્યાર્થીઓમાં બાલવાટિકાના 13, ધોરણ 1ના 13, ધોરણ 2ના 4, ધોરણ 3ના 25 ધોરણ 4ના 23, ધોરણ પાંચના 26,ધોરણ 6ના 19, ધોરણ 7ના 18 અને ધોરણ 8ના 16 બાળકો હાજર હતા. ગુરુવારના રોજ શાળામાં 39 બાળકોની ગેરહાજરી નોંધાઇ હતી. જોકે બાળકીની હત્યાના બીજા દિવસૃે પણ વાલીઓમાં ભયનો માહોલ સર્જાયલો હતો. જેના પગલે બાળકોની હાજરી પણ માત્ર નોંધપાત્ર રહી હતી.