વિવાદ@સુરત: ખાનગી મેડિકલ સ્ટોર અને જન ઔષધિ કેન્દ્રને કારણે સ્મિમેર હોસ્પિટલ વિવાદમાં આવી
બંને મેડિકલ એક જ સ્ટોરમાં ચાલે છે.
Updated: Aug 10, 2024, 10:18 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક હોસ્પિટલોનો વિવાદ જોવા મળતો હોય છે. સુરતની સ્મિમેર હોસ્પિટલ ફરી વધુ એક વિવાદમાં સપડાઈ છે. ખાનગી મેડિકલ સ્ટોર અને જન ઔષધિ કેન્દ્રને લઈને સ્મિમેર હોસ્પિટલ વિવાદમાં આવી છે.
બંને મેડિકલ એક જ સ્ટોરમાં ચાલે છે. ખાનગી મેડિકલ સંચાલકે તો સ્ટોર બહાર ટેબલ મૂકી દીધું છે. જે લોકોને જન ઔષધિ કેન્દ્રમાં સસ્તી મળતી દવા અંગે જાણ નથી તેઓ સીધા જ ખાનગી મેડિકલ પર પહોંચી જાય છે, જેથી દર્દીઓને વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
આ મામલે જન ઔષધિ કેન્દ્રને નોટિસ પણ પાઠવવામાં આવી છે. જ્યારે હોસ્પિટલ સમિતિના સભ્ય દ્વારા બંને સ્ટોરને અલગ કરવા પણ પાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.