ગુનો@સુરેન્દ્રનગર: વઢવાણમાં આવેલા ગણપતિ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા અને 3 દાનપેટીને ચોરી કરીને ફરાર
એક જ મંદિરમાં બે-બે વાર ચોરી
Dec 20, 2023, 19:46 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. વઢવાણમાં આવેલા ગણપતિ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ચડ્ડી-બનિયાનધારી ગેંગના 4 શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો. મંદિરમાં રહેલી 3 દાનપેટીને ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા. મંદિરમાં ચોરીથી ભાવિકોમાં રોષ ફેલાયો છે. તસ્કરો સામે આકરી કાર્યવાહી કરવા માગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ આ જ મંદિરમાંથી 3 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. ત્યારે ફરી એકવાર મંદિરમાં ચોરીની ઘટના બની છે. વઢવાણમાં જાણે તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ 7 દિવસમાં એક જ મંદિરમાં બે-બે વાર ચોરી કરી છે. 13 ડિસેમ્બરે તસ્કરોએ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા ગણપતિજીના મંદિરના તાળા તોડી રોકડ અને કિંમતી વસ્તુઓ અને દાનપેટીની ચોરી કરી હતી.