ગુનો@જામનગર: ફર્નિચરની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા અને 98 હજારની ચોરી આચરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં મયુર કોમ્પલેક્ષ સ્થિત ફર્નિચરની દુકાનમાં ગતરાત્રે એક દુકાનનું શટરનું તાળુ તોડી તસ્કરી કાઉન્ટરમાંથી રૂપિયા અઠાણુ હજાર રોકડાની રકમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મયુર કોમ્પલેક્ષ સ્થિત ડેકોરા ફર્નિચર નામની દુકાનમાં રાત્રિના સમયે કોઈ તસ્કરો દુકાનના શટરનું તાળુ તોડી શટર ઉંચકાવી અંદર પ્રવેશ્યા હતા અને કાઉન્ટરના ખાનાનું લોક તોડી નાખી અંદરથી રૂપિયા દોઢેક લાખની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા. જેથી દુકાન સંચાલકને ચોરી ની જાણ થતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસ ટૂકડી તપાસ માટે સ્થળ પર દોડી ગઈ હતી. ઉપરાંત એલસીબીની ટીમે પણ તપાસ શરૂ કરી છે.
તસ્કરો દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આથી પોલીસે તેના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પણ ખોડીયાર કોલોનીમાં જ બે દુકાનમા ચોરી થવા પામી હતી.