ગુનો@રાજકોટ: નિવૃત તલાટીના ઘરમાંથી તસ્કરોએ સોનાના દાગીના અને 1.28 લાખની ચોરી કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નિવૃત તલાટીના ઘરમાંથી સોનાના દાગીના, રોકડ મળી 1.28 લાખની ચોરી થઈ હતી. કાંગશીયાળીની સીમમાં આસ્થા ગ્રીન સિટીમાં બનાવ બન્યો હતો. ફરિયાદી ચંન્દ્રકાંતભાઇ ભાલોડીયા સસરાનું અવસાન થતાં કમરકોટડા પરિવાર સાથે ઘર બંધ કરીને ગયા અને તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. ફરિયાદી ચંન્દ્રકાંતભાઇ ત્રીકમભાઇ ભાલોડીયા કાંગશીયાળીની સીમ આસ્થા ગ્રીન સીટી સોસાયટી શેરી નં.2, પ્રવિણભાઇ જાગાભાઇ રામાણીના મકાનમાં ભાડેથી, મુળ ગામ-મોટા ભાદરા.
હું તલાટી-કમ-મંત્રીમાંથી અગીયાર વર્ષ પહેલા નિવૃત્ત થયેલ. હાલ મારે આસ્થા ગ્રીન સીટીમાં ઉમા ફર્નીચર નામે ફર્નીચરની દુકાન છે. જ્યાં બેસી વેપાર ધંધો કરું છું. ગઇ તા.8/10/2023 ના રોજ મારા સસરાનું અવસાન થતા સવારના સાડા આઠ વાગ્યે હું તથા મારા પત્ની શારદાબેન તથા મારા બંને પુત્રો હીરેન તથા પ્રશાંત મારા સસરાના ગામ ગોંડલ તાલુકાના કમરકોટડા અમારૂ મકાન બંધ કરી ગયા હતા. રાત્રીના ત્યાં રોકાયેલ અને બીજા દિવસે તા.9/10/2023 ના રોજ સવારના સાડા નવેક વાગ્યે અમારા પાડોશી હસમુખભાઇ મીસ્ત્રીનો મને ફોન આવેલ
અને વાત કરેલ કે, તમારા ઘરનો આગળ તથા પાછળનો દરવાજો ખુલ્લો છે. પાછળના રૂમનો કબાટ પણ ખુલ્લો છે. તમારા ઘરે ચોરી થઈ હોય તેવુ લાગે છે. હું તથા મારો દિકરો પ્રશાંત અમારા ઘરે આવવા નીકળેલ અને ઘરે આવીને જોયુ તો અમારા ઘરના હોલના દરવાજાનો નકુચો તૂટેલ હતો. અંદરના રૂમમાં રાખેલ કબાટ તથા કબાટની તીજોરી તોડેલ હતી. ઘરનો બધો સામાન વેરવીખેર પડેલ હતો. મારા પત્ની બપોરના એક વાગ્યે આવેલ અને તેણે કબાટમાં તપાસતા કબાટની તીજોરીમાં રાખેલ સોનાની લંબગોળ પાંદળીવાળી બુટી, સોનાની ગોળ બુટીની સર, સોનાની ગોળ ઘાટની બુટી, સોનાનું ગોળ પેન્ડલ, સોનાનો પટ્ટીવાળો ચેન, સોનાની ત્રીકોણ ઘાટવાળી બુટી, સોનાના હારનુ પટ્ટી ઘાટવાળુ છેડ્યુ,
સોનાની લંબચોરસ હીરા વાળી વીંટી, સોનાનો ગોળ ઘાટવાળો ચેન, સોનાનુ ગણપતીની ડીઝાઇનવાળું પેન્ડલ, સોનાની જેન્ટ્સ વીટી, સોનાની સફેદ નંગવાળી બુટી, સોનાની ગુલાબી નંગવાળી વીટી, સોનાનુ ત્રીકોણઘાટવાળુ પેન્ડલ, સોનાની ત્રીકોણ ઘાટવાળી બુટી, સોનાનો ઘૂઘરી તથા ત્રીકોણઘાટવાળો હાર, એમ કુલ 80.520 ગ્રામ રૂ.98,745ની કિંમતના સોનાના દાગીના, રૂ.30,000 રોકડ, જોવામાં આવેલ નહીં. આથી ચોરી થઈ હોય, દાગીનાના બિલ શોધી પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.