હત્યા@માધુપુરા: પાનના ગલ્લા પર ઉભેલા યુવક પર કેટલાંક શખ્સોએ છરી વડે હુમલો કર્યો

માધુપુરામાં જાહેરમાં યુવકની હત્યાથઈ હોવાની ઘટના સામે આવી છે.
 
હુમલો@પોલીસઃ ગમે ત્યારે ચેકીંગ કેમ કરે છે કહીને હેડ કોન્સ્ટેબલને છરી મારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં હત્યાની ઘટનો ખુબજ બની રહી છે.ઇસમો ખુલ્લે આમ ભોળા લોકોને મારી નાખે છે..લોકોને જાહેરમાં મારી નાખવામાં આવે છે.માધાપુરમાંથી હદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે.માધુપુરા ગામના યુવકને ગુનેગારો ખુલ્લે આમ મારી નાખ્યો.પાનના ગલ્લા પર ઉભેલા યુવક પર કેટલાંક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. હત્યા બાદ માધુપુરાના લોકોએ હોબાળો મચાવ્યો હતો.હોબાળો મચાવતા ડીસીપી, એસીપી સહિતનો તમામ પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જેમાં પોલિસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી.હત્યા કરનાર શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. મૃતકની બહેને પોલિસ પર આક્ષેપો કર્યા છે. હત્યા કરનાર શખ્સો સામે અગાઉ પોલીસમાં ફરિયાદ રજૂઆત કરી હતી. પરંતુ પોલિસે કોઈ કાર્યવાહી કરી નહી હોવાનો આક્ષેપ મૃતકની બહેને આક્ષેપ કર્યો છે.