રમત@ક્રિકેટ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત હાર્યું અને 12 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર

કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડ સહિત તમામ ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા હતા.
 
રમત@ક્રિકેટ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત હાર્યું અને 12 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ કરોડો ભારતીય ફેન્સની સાથે ટીમના ખેલાડીઓ અને કોચ પર ખૂબ જ નિરાશ થયા હતા. મેચ હાર્યા બાદ ભારતીય ખેલાડીઓના નિરાશ ચહેરાઓ અને તેમના રીએક્શન સામે આવ્યા હતા, જેમાં ભારતીય કોચ રાહુલ દ્રવિડનું હાર બાદ રીએક્શન પણ વાયરલ થયું હતું.

વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવી છઠ્ઠી વાર વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો, સાથે જ ભારતે ત્રીજી વાર વર્લ્ડ કપ જીતવાનો મોકો પણ ગુમાવ્યો. વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ ભારતીય ખેલાડીઓના રીએક્શન વાયરલ થયા હતા, જેમાં કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડ સહિત તમામ ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા હતા.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત હાર્યું અને 12 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થયું હતું. ભારતીય કોચ રાહુલ દ્રવિડ પણ આ હારથી નિરાશ થયો હતો, છતાં તેણે ભારતીય કપ્તાન સહિત અન્ય ખેલાડીઓને સાંત્વના આપી હતી. મેચ બાદ મેદાન છોડતી વખતે થોડો ગુસ્સો અને નિરાશા, બાદમાં પ્રેઝન્ટેશન સેરેમની વખતે આંખોમાં ભીનાશ અને અંતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિરાશ છતાં અડીખમ રાહુલ દ્રવિડના અલગ અલગ રીએક્શન વાયરલ થયા હતા.