રમત@ક્રિકેટ: 24 ડિસેમ્બર 2023ના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને ટેસ્ટ ક્રિકેટમાં હાર આપી
ભારતીય મહિલા ટીમ પણ પુરુષ ક્રિકેટ ટીમ કરતા કાંઈ ઓછી નથી
Dec 24, 2023, 17:21 IST
![રમત@ક્રિકેટ: ભારતને જીતવા માટે અફધાનિસ્તાને 174 રનનો ટાર્ગેટ આપ્યો, વિગતે જાણો](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/8b4fef84a517c7fdb28ac9079ce88e1c.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાત આવે ક્રિકેટની તો ભારતીય મહિલા ટીમ પણ પુરુષ ક્રિકેટ ટીમ કરતા કાંઈ ઓછી નથી, 24 ડિસેમ્બર 2023ના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને ટેસ્ટ ક્રિકેટમાં હાર આપી છે. 46 વર્ષથી ભારતીય ક્રિકેટ આ વાતની રાહ જોઈ રહ્યું હતુ. પુરુષ ટીમતો આ કામ કરવામાં સફળ રહી હતી પરંતુ આ પહેલી વખત છે જ્યારે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમની જીત થઈ છે.