રમત@ક્રિકેટ: ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો
ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો
Feb 27, 2026, 12:48 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો. આ સાથે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં બંને ટીમે મળીને 440 રન બનાવ્યા.
પહેલા બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 256 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વેએ પણ દમ દેખાડ્યો, પરંતુ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 184 રન જ બનાવી શકી. ભારતે 72 રનથી મેચ પોતાના નામે કરી.
જેવી હાર્દિકે પોતાની ફિફ્ટી પૂરી કરી, તેણે તરત જ બેટ ઊંચું કરીને સ્ટેન્ડમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા તરફ જોયું અને તેને ફ્લાઈંગ કિસ આપી હતી. આ દરમિયાન માહિકા પણ સ્ટેન્ડમાં હાર્દિકને ખૂબ જ ઉત્સાહથી ચિયર કરતી જોવા મળી હતી અને તેણે પણ સામે હાર્દિકને ફ્લાઈંગ કિસ આપીને અભિવાદન ઝીલ્યું હતું.

