રમત@ક્રિકેટ: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ ટી-20 મેચોની સિરીઝ રમાશે
ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ
Jan 7, 2024, 19:53 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ટીમ ઈન્ડિયા હવે આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ભારતની મુલાકાત લેશે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમાશે. સીરીઝની શરૂઆત 11 જાન્યુઆરી મોહાલીમાં પ્રથમ મેચ રમાશે. આ સિરીઝમાં રોહિત શર્મા ફરી એકવાર ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળશે. પરંતુ ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે શુક્રવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત અને વિરાટ કોહલી 14 મહિના બાદ ટી20 ક્રિકેટમાં પરત ફર્યા છે. બંનેએ છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપ સેમિફાઈનલમાં રમી હતી.