રમત@ક્રિકેટ: T20 વર્લ્ડ કપઃઆફ્રિકા સામે વેસ્ટ ઈન્ડિઝ ઘૂંટણિએ; 15 ઓવરમાં એક વિકેટે 163 રન ફટકાર્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી
 
રમત@ક્રિકેટ: T20 વર્લ્ડ કપઃઆફ્રિકા સામે વેસ્ટ ઈન્ડિઝ ઘૂંટણિએ; 15 ઓવરમાં એક વિકેટે 163 રન ફટકાર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી છે.T20 વર્લ્ડ કપની 7મી સુપર 8 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે સાઉથ આફ્રિકાને 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. તેના જવાબમાં, દક્ષિણ આફ્રિકાએ 15 ઓવરમાં એક વિકેટે 163 રન બનાવી લીધા છે. એડન માર્કરામ અને રાયન રિકેલ્ટન ક્રીઝ પર છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટે 176 રન બનાવ્યા. એક સમયે ટીમે 83 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી, જેસન હોલ્ડર  અને રોમારિયો શેફર્ડએ 8મી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરીને ટીમને 170 રનથી આગળ લઈ ગયા.

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી વધુ 8મી વિકેટની ભાગીદારી છે. આફ્રિકા માટે લુંગી એન્ગીડીએ 3 વિકેટ લીધી. કાગીસો રબાડા અને કોર્બિન બોશે 2-2 વિકેટ લીધી.