રમત@ક્રિકેટ: ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ટોસ જીતીને પ્રશંસનીય રન બનાવીને ન્યુઝીલેન્ડને પડકાર આપ્યો

 5.3 કરોડ લોકોએ મેચ  લાઈવ જોઈને નવો રેકોર્ડ
 
રમત@ક્રિકેટ: સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી ચુકેલી ભારતીય ટીમ ઔપચારિક મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે

અટલ સમાચાર ડોટ  કોમ, ડેસ્ક 

ટીમ ઈન્ડિયાએ આજની સેમીફાઈનલમાં ટોસ જીતીને પ્રશંસનીય રન બનાવીને ન્યુઝીલેન્ડને પડકાર આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ ભારતના આ સ્કોરને તોડી શક્યું ન હતું અને ટીમ ઈન્ડિયાએ 70 રને મેચ જીતી લીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં ટીમ ઈન્ડિયાની જીત થઈ અને બીજી તરફ ડિઝની હોટસ્ટાર પર વ્યુઅરશિપનો રેકોર્ડ તૂટી ગયો.

જો તમે 2023 વર્લ્ડ કપની ફાઈનલ મેચ લાઈવ અને ફ્રી જોવા માંગતા હો, તો તમે તેને ડિઝની પ્લસ હોટસ્ટાર પર ફ્રીમાં જોઈ શકો છો. ડિઝની + હોટ સ્ટાર વર્લ્ડ કપની મેચ બિલકુલ ફ્રી બતાવી રહ્યું છે. નોંધ કરો કે તમે ફક્ત મોબાઇલ એપ્લિકેશન પર જ મફતમાં વર્લ્ડ કપનો આનંદ માણી શકો છો. જો તમે લેપટોપ અને ટીવી પર મેચ જોવા માંગો છો, તો તમારે આ માટે સબસ્ક્રિપ્શન લેવું પડશે.

આ બીજી વખત છે જ્યારે ડિઝની હોટસ્ટાર પર લાઈવ ક્રિકેટ જોવાનો રેકોર્ડ તૂટી ગયો છે. આ પહેલા ત્રણ કરોડથી વધુ લોકોએ ભારત-પાકિસ્તાન મેચ હોટસ્ટાર પર લાઈવ જોઈ હતી. હવે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે આજે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 5.3 કરોડ લોકોએ આજની સેમી ફાઈનલ મેચ લાઈવ જોઈને નવો રેકોર્ડ બનાવ્યો છે.

લોકોએ વિરાટ કોહલીની રેકોર્ડ બ્રેકિંગ સદી, મોહમ્મદ શમીની 7 વિકેટ અને ટીમ ઈન્ડિયાની વિજય યાત્રા માત્ર ટીવી સ્ક્રીન પર જ નહીં પરંતુ ડિઝની + હોટ સ્ટાર પર પણ લાઈવ જોઈ. 5.3 કરોડ લોકો ડિઝની + હોટ સ્ટાર પર મેચ લાઈવ જોઈ રહ્યા હતા.