રમત@ક્રિકેટ: આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે
આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે શરૂ થશે.
Mar 25, 2025, 17:47 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની 5મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે શરૂ થશે.
ગુજરાતે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 16 મેચ રમી હતી. આમાં, 9 જીત્યા અને 7 હાર્યા. આ મેદાન પર ટીમે પોતાનું પહેલું IPL ટાઇટલ પણ જીત્યું હતું. 2022માં તેની પહેલી સીઝનમાં, ટીમે ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું હતું.