રાજકારણ@ગુજરાત: રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે, જાણો વધુ
સાથો સાથ કેટલાક વિધેયક પસાર થવાની વિગતો છે. આ સત્રમાં કોંગ્રેસ આક્રમક રહેશે.
Feb 20, 2025, 07:29 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાજ્યના નાણાંમંત્રી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભા સત્રના 2 દિવસે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. સાથો સાથ કેટલાક વિધેયક પસાર થવાની વિગતો છે.
આ સત્રમાં કોંગ્રેસ આક્રમક રહેશે. વિપક્ષ પાસે રાજકોટનો અગ્નિકાંડ, ખ્યાતિ હોસ્પિટલ કાંડ, અમરેલીનો લેટર કાંડ, કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ જેવા વિરોધ કરવા માટે પુરતા મુદ્દા છે જે બાબતે ગૃહમાં ગ્રજગ્રાહ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

