નિવેદન@ક્રિકેટ: વિરાટ કોહલીએ અનુષ્કાને લઈને શું કહ્યું ? જાણો એક જ ક્લિકે

  • કોહલીએ 7000 રન આઈપીએલમાં પૂરા કર્યા
 
સ્પેશ્યલઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો આજે 31મો જન્મદિવસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

  • અનુષ્કાનું મારી સાથે હોવું મારા માટે સૌથી મહત્ત્વનું
  • મેચ પહેલા કોહલી કોચ રાજકુમાર શર્માને પગે લાગ્યો

આઈપીએલની મેચમાં દિલ્હી કેપિટલની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સાથે થઈ હતી. આ મેચ પહેલા એક ખાસ પળ જોવા મળી. મેચ પહેલા વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થયો, જેમાં તે કોચ રાજકુમાર શર્માને પગે લાગી રહ્યો છે.

અનુષ્કાને માટે જાણો શું કહ્યું

કોહલીની દિલ્હી સામેની મેચ ખાસ રહી. કોહલીએ આ મેચના સમયે 7000 રન આઈપીએલમાં પૂરા કર્યા. કોહલીએ આ સમયે માઈલસ્ટોનને એચિવ કરતા કહ્યું કે હું હંમેશાથી કહું છું કે અનુષ્કાનું મારી સાથે હોવું મારા માટે સૌથી મહત્ત્વનું છે. મારા માટે ફેમિલી સમય અને કોઈ પણ ચીજ કરતાં પણ તેનું સાથે હોવું મહત્ત્વનું છે. કોહલીએ 7000 રન પૂરા કરતા સમયે કહ્યું કે આ એક માઈલસ્ટોન છે. જ્યારે તમે ટીમ માટે કંઈ કરવાની કઓશિશ કરો છો તો તે એક સારો નંબર બને છે.

અનુષ્કા, મારો પરિવાર અને કોચનો સહકાર

કોહલીએ વધુમાં કહ્યું કે આ એક ખાસ પળ છે. અનુષ્કા, મારો પરિવાર અને મારા કોચ અહીં છે. મને અહીં પોતાની કારકિર્દી શરૂ કરવા માટે દિલ્હી માટે રમવાનું શરૂ કર્યું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ ચીજો થશે. મારા નામ પર એક પેવેલિયનનું નામ પણ રાખવામાં આવ્યું છે. કોહલીએ કહ્યું કે આ બધી વાત માટે હું કાયમ સૌનો આભારી રહીશ. હું માથું નીચે રાખીને મહેનત કરવા ઈચ્છું છું.