કાર્યવાહી@વડોદરા: રામનવમીએ શાંતિ ડહોળનાર આરોપીઓ વિરૂદ્ધ લેવાયા કડક એક્શન

  • હુમલો કરનારા આરોપીઓ સામે કાર્યવાહી
 
Strict action was taken against the accused who disturbed the peace on Prosecution

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં રામનવમીની રથયાત્રા પર હુમલો કરનારા સામે સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે.રામનવમી નિમિતે હુમલો કરનારા તમામ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ત્રણ આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ મેડિકલ તપાસ કરાવ્યા બાદ આરોપીઓને જેલ હવાલે કરાયા છેઆ વર્ષે વડોદરામાં રામનવમીની રથયાત્રા પર પથ્થરમાંરાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. જે બાદમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તરફ હવે આ તમામ આરોપીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો મુજબ 3 આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેમણે અમદાવાદ, મહેસાણા અને પાલનપુર જેલમાં મોકલવામાં આવ્યાં છે.

રામનવમીએ તોફાન કરનાર ઇસમો પાસા હેઠળ જેલમાં
વડોદરા શહેરમાં રામનવમી રથયાત્રાએ તોફાન કરનાર આરોપીઓને પાસા હેઠળ કાર્યવાહી કરાઇ છે. ત્રણ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન એક આરોપીએ હાથ પર બ્લેડ મારી દેતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. આ તરફ રાત્રિ દરમ્યાન સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. જે બાદમાં આરોપીઓને મેડિકલ તપાસ કરાવી જેલમાં મોકલવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આરોપીઓને અમદાવાદ, મહેસાણા અને પાલનપુર જેલમાં મોકલવામાં આવ્યા છે. આ તરફ ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ રવાના થઈ હતી.