હડતાળ@ગાંધીનગર: 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા હતા
Oct 7, 2026, 14:01 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના યોગ્ય ઉકેલ માટે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. માસ સી.એલ.ના વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા આજથી સમગ્ર રાજ્યના રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળના કારણે સરકારી કચેરીઓમાં આવક, જાતિના દાખલા, વિધવા સહાય જેવી જનહિતની કામગીરીઓ પૂરી રીતે ઠપ થઈ ગઈ છે.
10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓએ કામ બંધ કરતા સુરતમાં PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા હતા તો રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં અરજદારો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે.

