સ્ટંટ@પંચમહાલ: હાઇવે પર ચાલુ કારમાં બોનેટ ઉપર ચઢી ઉતાર્યો વિડીયો, વાયરલ થતાં દોડધામ

11  જેટલા ઇસમો સામે ફરિયાદ દાખલ કરી
 
સ્ટંટ@પંચમહાલ: હાઇવે પર ચાલુ કારમાં બોનેટ ઉપર ચઢી ઉતાર્યો વિડીયો, વાયરલ થતાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજ- કાલ લોકો જોખમી સ્ટંટ કરીને પોતાનું જીવન જોખમમાં  મુકતા હોય છે. કેટલીક વાર આ જોખમી સ્ટંટ કેટલાક લોકોને મોતને ઘાટ ઉતારે છે. ગોધરા નજીક આવેલા  લીલેસરા ચોકડી પરથી જોખમી રીતે ચાલુ કાર પર  ચઢીને નાચતા યુવાન જાનૈયાઓનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોતાના જીવની સાથે અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમાય તે રીતે નાચતા યુવાન સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી. 

ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો  હતો. ત્યારે જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા 11  જેટલા ઇસમો સામે ફરિયાદ દાખલ કરી અને  4 જણાની અટકાયત કરી. તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.