આત્મહત્યા@મોરબી: બીમારી સામે લડીને માનસિક રીતે થાકી જઈ આધેડે કર્યો આપધાત, મચી ચકચાર

કેટલાય  સમયથી આત્મહત્યાનિ ઘટનાઓં બહુજ બની રહી છે.
 
ગળેફાંસો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્યમાં  છેલ્લા કેટલાય સમયથી આત્મહત્યાના કિસ્સા બહુજ બની રહ્યા છે.લોકો નાની-નાની વાતોમાં પોતાનું જીવન ટૂંકાવી નાખે છે.માનસિક રીતે કંટાળી ને ,બીજા કેટલાય કારણોસર મોતનો રસ્તો અપનાવે છે.લોકો દવાપી,ગળેફાંસો ખાઈને જેવા રસ્તાઓથી પોતાનું જીવન ટૂંકાવી નાખે છે.આવીજ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે,જે મોરબીની છે.મોરબીના હરીપર કેરાળા ગામે આધેડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છેમોરબીના હરીપર કેરાળા રહેતા ૫૧ વર્ષીય મિતેશભાઇ સવજીભાઇ વિરપરિયાએ પોતાના ગામે રમેશભાઈની વાડીએ ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ જે એમ જાડેજા ચલાવી રહ્યા છે તો તપાસ અધિકારી સાથે વાત ચિત કરતા જણાવ્યું હતું કે બીમારીથી કંટાળી મીતેશભાઇ એ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.