સુસાઈડ@રાજકોટ: હોમગાર્ડ જવાને પોતાના ઘરે પંખામાં દુપટો બાંધી ફાંસો ખાધો

 108 મારફતે સારવારમાં ખસેડાયો હતો.
 
સુસાઈડ@રાજકોટ: હોમગાર્ડ જવાને પોતાના ઘરે પંખામાં દુપટો બાંધી ફાંસો ખાધો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ બની રહ્યા છે.હાલમાંજ રાજકોટથી આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.ગોપાલ ચોકમાં આવેલ દર્શન પાર્કમાં દોઢ માસ પેહલાં અકસ્માતમાં ઘવાયેલા હોમગાર્ડના જવાને ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ, દર્શન પાર્કમાં રહેતાં વિજયભાઈ બળવંતભાઈ રાજ્યગુરુ (ઉ.વ.44) નામના હોમગાર્ડ યુવકે ગઈકાલે સાંજે પોતાના ઘરે પંખામાં દુપટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં 108 મારફતે સારવારમાં ખસેડાયો હતો.

પરંતુ ત્યાં તેમનો મૃતદેહ જ પહોંચ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા પરિવારની પૂછપરછ આદરી હતી. વધુમાં પોલીસના સૂત્રોએ જણાવ્યા અનુસાર, મૃતક હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો

અને તેનો મોટો ભાઈ ટીઆરબી જવાન છે અને તેના પિતા પણ હોમગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. યુવકનું દોઢ માસ પહેલાં અકસ્માતમાં મોઢા પર ગંભીર ઇજા પહોંચ્યા બાદ તેઓ સારવાર હેઠળ હતાં. ગઈકાલે તેના માતાપિતા અને તેનો મોટો ભાઈ સબંધીને ત્યાં જમવા ગયાં બાદ બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.